વિશ્વકર્મા દાદા વિષેની માહિતી

● જો તમે ખરેખર વિશ્વકર્મા વંશજ છો તો જરુર વાંચશો ●

મનમા આવેલી એક નાનકડી પણ અગત્યની વાત તમારા સમક્ષ રજુ કરુ છુ

ભલે આપણે અન્ય જ્ઞાતી સાથે આપણે કોઇ અપવાદ નથી પણ આપણા પોતાના સમાજ અને લોકો માટે પ્રેમ હોવો એ ખુબજ જરુરી છે દોસ્તો

ચાલો આપણે આપણુ અંગત દુખ ભુલીને પરસ્પર ભાઇચારો રાખીએ અને કોઇ પણ કાર્યમા સમાજ મિત્ર કે સગાઓને જરુર યાદ કરીએ

શું ખબર એટલુ માત્ર કરવાથી આપણા તમામ દુખ દુર યઇ જાય


જો તમને સમાજ હોવાનો ગર્વ હોય તો અત્યારેજ આ સંદેશને તમારા તમામ સમાજ મિત્રોને મોકલો

જાતના અમે વિશ્વકર્મા વંશજ ..

રજવાડી અમારો ઠાઠ છે..
ગોતર ભલે અનેક...
પણ સમાજ અમારો અેક છે..

દુનિયામા ભલે લાખો દેવ હોય પણ....
અમારા *વિશ્વકર્મા* લાખોમા ઍક છે....

વિશ્વકર્મા વંશજ હોય તો ફોરવડ કરજો..અા મેસેજ
 
*જય વિશ્વકર્માય નમઃ*

સૃષ્ટિના રચયિત ભગવાન વિશ્વકર્મા શા માટે છે વિશેષ પૂજનિય, જાણો કેટલીક ન જાણેલી હકિકતો ભગવાન વિશ્વકર્મા વિશે...

*શ્રી વિશ્વકર્મા પુરાણના રચયિતા કોણ છે?*
શ્રી સ્વ. વલ્લભરામ સુરજરામ

*ગજ ઉપર કેટલા દેવ છે?*
ગજ ઉપર નવ દેવ છે. દરેક દેવ ત્રણ ઈંચ ઉપર (૧) રૂદ્ર (૨) સૂર્ય (૩) વિશ્વકર્મા (૪) અગ્નિ (૫) બ્રહભા (૬) કામ (૭) વરૂણ (૮) સોમ (૯) વિષ્ણુ

*શ્રી વિશ્વાકર્માનો દત્તક પુત્ર કોણ છે?*
શ્રી વિશ્વકર્મા ભગવાનનો દત્તક પુત્ર વાસ્તુ દેવ છે.

*શ્રી વિશ્વકર્માના મંદિર ઉપર ધજામાં કેટલા રંગ છે અને એમાં શાના ચિન્હો મૂકેલા છે?*
શ્રી વિશ્વકર્મા મંદિરની ધજામાં પાંચ કલર અને પાંચ પુત્રોના અલગ અલગ કુંડ દર્શાવેલા છે.

*શ્રી વિશ્વકર્માના પુત્રોએ કેટલા અણુજા પાડવા જોઈએ?*
શ્રી વિશ્વકર્માના પુત્રોએ કુલ સત્તર અણુંજા પાડવા જોઈએ.
દરેક માસની અમાસ ૧૨,શ્રી વિશ્વકર્મા પ્રભુ પ્રાગટય, મહાસુદ પાંચમ ઈલોડગઢમાં મૂર્તિ સ્થાપન, મહાસુદ દસમ પૃથ્વીને સ્થિર કરી મહાસુદ તેરસ, વૈકુંઠ કૈલાસ, બ્રહ્મપુરી બનાવી દેવોનો ઓચ્છવ શ્રાવણ સુદ 15 યજ્ઞાપવિત (જનોઈ બદલાવી) શ્રાવણ સુદ 11 શ્રી વિશ્વકર્મા દાદા ઈલોડ ગઢ છોડી સ્વધામ ગયા. આસો સુદ દશેરા હથિયારોનું પૂજન.

*શ્રી વિશ્વાકર્માના પુત્રોએ કામ શરૂ કરતાં પહેલા કયો મંત્ર બોલાવો જોઈએ?*
જય વિશ્વકર્મણે નમોનમો સ્તુતે, હસ્ત કલેશ હદય વસ્તુતે નામોનામો સ્તુતે, જગત
નિયતે જગત પિતે નમોનમો સ્તુતે, કાષ્ટ સંહિતે હસ્તકલે વિશ્વાકર્મણે નમો નમો સ્તુતે.

*વિશ્વકર્માદાદાના મંદિરની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ?*
ચાર પ્રદક્ષિણા કરવી જોઈએ.

*શ્રી વિશ્વકર્મા પુરાણમાં કેટલા અધ્યાય છે?*
21 અધ્યાય છે.

*શ્રી વિશ્વકર્મા દાદાનું મુખ્ય પાત્ર ધામ ક્યાં આવેલું છે?*
ઓરંગાબાદ (ઈલોડગઢ) વેલુર.

*શ્રી પંચમુખી વિશ્વકર્મા મંદિર કયાં આવેલું છે?*
(૧) ખેરાલુ ગામ (૨) ગણદેવી.

*કેટલામુખી રૂદ્રાક્ષ વિશ્વકર્માદાદાનું પ્રતિક છે?*
સત્તર મુખી રૂદ્રાક્ષ.

*વાસ્તુપુરુષનો જન્મ ક્યારે થયો?*
ભાદરવા માસના શુકલપક્ષ તૃતીયા શનિવાર કૃતિકા નક્ષત્ર, વ્યાતિપાત યોગ, વિષ્ટિકરણમાં બ્રહભા સમાન વાસ્તુ પુરુષનો જન્મ થયો.

*ગુજરાતમાં વિશ્વકર્માના કેટલાં મંદિર આવેલા છે?*
ગુજરાતમાં વિશ્વકર્માના અંદાજીત 285 મંદિર છે.

*શ્રી વિશ્વકર્મા દાદાના કેટલા અવતાર થયા છે?*
શ્રી વિશ્વકર્મા દાદાના દસ અવતાર થયા છે તેમાં બીજો અવતાર પ્રભાસપાટણ સોમનાથમાં થયેલો છે ત્યાં વિશ્વકર્મા કુંડ પણ હતો.

*શ્રી વિશ્વકર્મા દાદાએ તેમના પુત્રોને કેટલા સપ્ત સૂત્રો આપેલા?*
(૧) દૃષ્ટિ (૨) ગજ (૩) દોરી (૪) આવલંબ (૫) કાટખૂણો (૬) સાઘણી (૭) ધ્રુવમર્કટી.

*શ્રી વિશ્વકર્મા ભગવાનના યજ્ઞામાં કયો અગ્નિનું નામ બોલવામાં આવે છે?*
શ્રી વિશ્વકર્મા દાદાના યજ્ઞામાં (બલવધિંનમ્) અગ્નિનું નામ બોલવામાં આવે છે.

*શ્રી વિશ્વકર્મા ભગવાનનો બીજમંત્ર કયો છે?*
ૐ એંકલી બ્ડ્રીહુ શ્રી વિશ્વકર્મણે બ્રહ્મ શક્તિ કરૂ કરૂ સ્વાહા.

 *શ્રી વિશ્વકર્મા દાદાનું કયું નક્ષત્ર છે?*
ચિત્રા નક્ષત્રના સ્વામી વિશ્વકર્મા (તષ્ટા)
શ્રી વિશ્વકર્મા ગાયત્રી મંત્ર
આગમ શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ છે. તે આ વિશ્વકર્મા ગાયત્રી મંત્ર મનુષ્યના અનેક પ્રકારની સિધ્ધિ સુખ તેમજ વૈભવ આપે છે અને અનેક પ્રકારનાં કાર્યો કરવામાં
સફળતા એવો તે મનુષ્ય પ્રભુના પરમ પદની ગતિનો અધિકારી બને છે.

*જેમના વિશ્વકર્મા ઈષ્ટ દેવ છે તેમને આ માહિતિ જરૂર ફોરવર્ડ કરજો*